કોરોના ઇફેક્ટઃ રાજ્યમાં લોકજાગૃતિ માટે NDRFની 9 ટીમ તૈનાત કરાઈ - 9 NDRFs were deployed in the city of Vadodara following corona virus
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને પગલે વડોદરા શહેર નજીક જરોદ ખાતેની NDRFની 9 ટીમને ગુજરાત રાજ્યના હવાઈ મથકો તેમજ દરિયાઈ બંદરો પર તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ વડોદરા, અમદાવાદ એરપોર્ટ અને કંડલા બંદર, વેરાવણ બંદર,પોરબંદર, ભાવનગર, દહેજ (ભરૂચ), ખાતે લોકોને કોરોના વાયરસથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા ગુજરાત ઉપરાંત જયપુર અને રાજસ્થાન એરપોર્ટ ઉપર પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં NDRF દ્વારા 600 ઉપરાંત લોકોને મળીને કોરોના વાયરસથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી સાવચેતી રાખવા માટે સ્વચ્છતા જરૂરી હોવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
Last Updated : Mar 7, 2020, 8:33 AM IST