સુરેન્દ્રનગરઃ લખતર તાલુકામાં બારે મેઘ ખાંગા, 9 ઈચ વરસાદ - surendranagar weather news
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે લખતર તાલુકામાં જિલ્લાના સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમઈ નદીમાં પાણી આવતા લખતર તાલુકાના તલસાણા, ડેરવાળા, સાકર, દેવળીયા સહિતના 9 ગામો પ્રભાવિત થયા હતા. જ્યારે તલસાણા ગામમાં પાણી ફરી વળ્યા હતા અને ગામો સંપર્ક વિહોણા થયા હતા. ત્યારે લખતર અને વઢવાણમાં મકાન ધરાશાયી થયા હોવાની પણ ઘટના સામે આવી હતા. જેના પગલે લખતર મામલતદારે તેમની ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.