જૂનાગઢના માળીયા હાટીનામાં ભારે વરસાદ, વૃજમી ડેમના 8 દરવાજા ખોલાયા - ગીર પંથકના ઉપરવાસમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢના માળીયા હાટીનામાં ભારે વરસાદને કારણે વૃજમી ડેમના 8 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી ડેમની નીચેના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. માંગરોળ, માળીયા હાટીના તેમજ ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મેઘલ નદીમાં પૂર આવ્યું છે. ડેમના નીચેના ગામો નવા વાંદરવડ, જૂના વાંદરવડ, દુધાળા, સરકડીયા, ઈટાળી, વડીયા, કડાયા, નાનીધણેજ, મોટી ધણેજ, ગડુ, વીસણવેલ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે માળીયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.