છોટાઉદેપુરમાં 71માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ - વન વિભાગ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નસવાડી ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના હસ્તે ધવજારોહન કરીને કરવામા આવ્યું હતું. ફ્લેગ હોસ્ટિંગ બાદ પોલીસ સહિત વિવિધ ટુકડીઓ દ્વારા માર્ચ પરેડ યોજાઇ હતી. આ સાથે સરકારી વિભાગોના ટેબ્લોનું નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન વિભાવના અંધશ્રદ્ધા નાબૂદીનો વનવિભાગના ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ સહિત કરો સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.