જામનગર મનપા કચેરીમાં લિફ્ટ બંધ થઈ જતાં 7 લોકો ફસાયા - news in Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર : મહાનગર પાલિકા કચેરીમાં એકાએક લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જ્યારે 7 લોકો લિફ્ટ બંધ થઇ જતાં ફસાઈ ગયા હતા.જોકે, તાત્કાલિક ફાયર ટીમના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢયા હતા. થોડા દિવસ પહેલા પણ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને ત્યારે પણ પાંચ લોકો ફસાઇ ગયા હતા. મહત્વનું છે કે, મોટી સંખ્યામાં અરજદારો જામનગર મહાનગરપાલિકામાં આવતા હોય છે અને આ અરજદારો લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે.