જામનગરમાં ખેલ મહાકુંભના 6,161 ખેલાડીઓને ઇનામ આપી સન્માનિત કરાયા - Khel Mahakumbh news
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં શનિવારે સવારે 9 વાગ્યે અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ નંબર લાવનાર ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. તેમજ કુલ 6161 ખેલાડીઓને આજે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લાભરના ખેલાડીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીં કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા અને મહાનગરપાલિકાના મેયર હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ખેલાડીઓમાં ફિટનેસ જળવાય રહે અને સ્વસ્થ રહે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે રાજ્યના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.