પાટણમાં મુસ્લિમ સમાજના 60 કોરોના વોરિયર્સનું સમ્માન કરાયું - મુસ્લિમ કોરોના વોરિયર્સનું સમ્માન
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીમાં સતત ખડે પગે રહી સેવા આપનારા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, નગરપાલિકાના કર્મચારીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે પાટણમાં ફેલાયેલી કોરોના મહામારીમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી કોરોના વોરિયર્સ તરીકે પોતાની જવાબદારી અદા કરનારા પાટણના 60 જેટલા મુસ્લિમ યુવાનોને સન્માનવાનો કાર્યક્રમ વોર્ડ નંબર-10ના મહિલા કોર્પોરેટર મુમતાઝ બાનુ શેખ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના તબીબો, ધારપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને 108ના કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમની કામગીરીમને બિરદાવવામાં આવી હતી.