ભારે વરસાદના કારણે હથનુર ડેમમાં 41 દરવાજા ખોલીમાં આવ્યા - Gujarati news
🎬 Watch Now: Feature Video
તાપીઃ ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં 472 મીમી વરસાદની નોંધ કરવામાં આવી છે. સોમવારે બપોરે 3 કલાકે ડેમના ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. પ્રતિ સેકન્ડ 4 હજાર 839 ક્યુસેક એટલે 1 લાખ 70 હજાર 560 ક્યુસેકથી પાણી હથનૂર ડેમમાંથી છોડવામાં આવતા તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ સતર્કની ચેતવણી આપવામાં આવી છે.