સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સાપની તસ્કરી કરતા 4 શખ્સો ઝડપાયા - Forest Department
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર આવેલા કચોલિયા ગામ પાસેથી વનવિભાગની ટીમે સાપને પકડી વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. વનવિભાગની ટીમે આંધળી ચાકળ જાતિના સાપનું વેચાણ કરવાના હોવાની બાતમીના આધારે રેડ કરી ચાર શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જાતિના સાપનો દવા બનાવવા તેમજ પાસે રાખવાથી ધનનો લાભ થતો હોવાની માન્યતાને કારણે વેચાણ થતું હોવાની આશંકાઓ વ્યક્ત કરાઇ છે. વનવિભાગની ટીમે રસીદખાન મલેક, રાજુ પનારા, ઘનશ્યામ પટેલ અને કૌશિક પારેખ નામના ચાર શખ્યોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.