મેઘ મહેર: સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમના 29 દરવાજા ખોલાયા - ઉપરવાસમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રનો બીજા નબરનો ભાદર ડેમ 2015માં 29 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે બાદ 2020માં ફરી 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભાદર ડેમ 23મી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ડેમના 29 દરવાજા 6 ફુટે ખોલવામાં આવ્યા છે. 69,242 ક્યુસેક પાણીની આવક છે અને 57,668 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. ભાદર ડેમના નીચાણવાળા વિસ્તાર ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, જેતપુર પંથકના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ભાદર ડેમના 29 દરવાજા ખોલતા જ લોકો જોવા ઉમટી પડ્યા હતા.