દાંતામાં 236 બુથ પર રસીકરણ સાથે 28 ટ્રાન્જીટ પોલીયો રસીકરણ બુથ ઉભા કરાયા - પોલીયો નાબૂદી અભિયાન 2020
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: જિલ્લાના અંબાજીમાં 19 જાન્યુઆરીને રવિવારે પોલિયો રાજ્યભરમાં 0થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેના પગલે દાંતા તાલુકામાં પણ 236 બુથ ઉપર રસીકરણ કરવામાં આવી રહ્યું છે, સાથે 28 ટ્રાન્જીટ બુથ પણ ઉભા કરાયા છે. જ્યાં સ્થાનિક સિવાય બહારથી આવતા લોકો પોતાના બાળકોને રસી પીવડાવી શકે છે. જેમાં દાંતા તાલુકામાં 36,000 ઉપરાંત બાળકોની આજે રસી પીવડાવામાં આવશે. જો કે, ભારત દેશમાં પોલિયોના કોઈ નવા કેસ જોવા મળ્યા નથી. પરંતુ પાડોસી દેશ પાકિસ્તાન, અફગાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળતા હોય છે. તેવા દેશમાંથી મુસાફરોનું આવા ગમન ભારતદેશમાં થતું હોવાથી ભારત ભરમાં એન.આઈ.ડી એટલે કે, નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે એક વાર્ષિક દિવસ માનવામાં આવે છે. જેના પગલે આજે પોલિયોની કામીગીરી હાથ ધરવામાં આવી જેમાં બુથ ઉપર અને બાકીના બે દિવસ ઘરે ઘરે જઈને 0થી 5 વર્ષના બાળકોને રસીકરણ આપવામાં આવશે.