દમણમાં 2 કિશોરના દરિયામાં ડૂબી જવાથી મોત - news of daman
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8471195-thumbnail-3x2-m.jpg)
દમણ: સંઘ પ્રદેશ દમણમાં મંગળવારે દરિયામાં ડૂબી જવાથી 2 કિશોરના મોત નિપજ્યા હતાં. જેને લઈને દમણમાં અરેરાટી પ્રસરી હતી. મૃતક બન્ને બાળકોના પરિવારમાં માતમ છવાયો હતો. નાની દમણ પોલીસ વિભાગે આપેલી જાણકારી મુજબ મંગળવારે બપોરે પોલીસ મથકમાં સ્થાનિક લોકોએ જાણ કરી હતી કે, PWD જેટી પાસે 2 નાબાલીગ બાળકો દરિયાના પાણીમાં ડૂબી રહ્યા છે. જાણકારી મળતા તાત્કાલિક પોલીસ સ્ટાફે ફાયર વિભાગને જાણકારી આપી દરિયા કિનારે પહોંચ્યા હતાં. જે દરમિયાન એક બાળક કિનારા પર આવી જતા તેમને તાત્કાલિક મરવડ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યો હતો. જે બાદ ફાયર વિભાગે બીજા બાળકને પણ પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે બન્ને બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.