'ફ્લેશ' ભારતમાં માનવ અને બાળ તસ્કરીના મુદ્દાને પ્રકાશિત કરે છે: સ્વરા ભાસ્કર - સ્વરા ભાસ્કરની નવી વેબ સિરિઝ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: ETV ભારત સાથે વિશેષ વાતચીતમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે વરિષ્ઠ ફિલ્મ જર્નાલિસ્ટ પરાગ ચાપેકર સાથે તેની વેબ સિરીઝ 'ફલેશ' વિશે ચર્ચા કરી હતી. જે દેશમાં માનવ અને બાળ તસ્કરીના મુદ્દાને દર્શાવે છે. ETV ભારત સાથે વાત કરતા સ્વરાએ કહ્યું કે, "માનવ અને બાળકોની તસ્કરી દુનિયાની સૌથી ક્રૂર હકીકત છે. મારી કારકિર્દીમાં પહેલી વાર હું એક પોલીસની ભૂમિકા ભજવી રહી છું. મને આશા છે કે, લોકોને મારી વેબ સિરીઝ પસંદ આવશે. હું ફલેશનો ભાગ બનીને સન્માન અનુભવી રહી છું. લોકો મને હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સ કરતા જોશે. "સ્વરાએ વધુમાં કહ્યું કે, ઈરોઝ નાઉ સાથે જોડાવું એક શાનદાર અનુભવ છે. અમને આશા છે કે, દર્શકોને આ સિરીઝ પસંદ આવશે. વેબ સિરીઝનું નિર્દેશન ડેનિશ અસલમ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં 8 એપિસોડ છે. જેમાં માનવ તસ્કરી વિશે દર્શાવવમાં આવ્યું છે. સ્વરા ભાસ્કર આ શોમાં એક ઉગ્ર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. જે હ્યુમન ટ્રાફિકિંગના રહસ્યોને ઉકેલવા માટે પ્રયત્ન કરે છે.