Prisoner commits suicide in bilodara Jail : નડિયાદ જિલ્લા જેલમાં કેદીએ બાથરુમના વેન્ટિલેશનની બારીમાં ગળે ફાંસો ખાધો - બિલોદરા જેલમાં કેદીની આત્મહત્યા
🎬 Watch Now: Feature Video
નડિયાદની બિલોદરા જિલ્લા જેલ ખાતે સજા ભોગવી રહેલા જય ઉર્ફે કલ્પેશ વિઠ્ઠલભાઈ પરમાર નામના કાચા કામના કેદીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Prisoner commits suicide in bilodara Jail ) કરી લીધી હતી. તેણે ચાદરનો છેડો ફાડીને બાથરૂમના વેન્ટિલેશનની બારીએ છેડો લટકાવી ગળે ફાંસો(Murder accused commits suicide) ખાઇ લીધો હતો. મોડીરાત્રે બે વાગે (Nadiad district jail ) કેદીએ આત્મહત્યા કરતાં તંત્ર દોડતું થયું હતું. કપડવંજ ખાતે થયેલા હત્યાના મામલામાં કુલ આઠ લોકો સજા કાપી રહ્યા હતા. જેમાં સંજય પરમાર પણ એક હતો. જેલ તંત્ર અનુસાર મૃતક કેદી સંજય પરમાર છેલ્લા કેટલાક સમયથી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર પણ હાલ ચાલી રહી હતી. આત્મહત્યાને (Prisoner suicide 2022 )પગલે નડિયાદ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ બિલોદરા જિલ્લા જેલ ખાતે દોડી આવ્યા હતાં. ઘટનાને લઈ જેલ તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST