વિશ્વ કપ 2023: ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, દર્શકો વિલા મોઢે ઘરે પરત ફર્યા - ટીમ ઇન્ડિયાની શરમજનક હાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 9:54 PM IST

અમદાવાદ: વિશ્વ કપ 2023માં ટીમ ઇન્ડિયાની શરમજનક હાર થઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 7 વિકેટે હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 241 રનના સામાન્ય લક્ષ્યાંકને 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ઓપનર ટ્રેવિસ હેડ હતો જેણે આ શાનદાર મેચમાં 137 રનની શાનદાર સદી ફટકારી હતી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઘરઆંગણે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની આ કારમી હાર સાથે 140 કરોડ દેશવાસીઓનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.