World Bicycle Day 2023: સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સાયકલની એક વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી - સાયકલની એક વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી
🎬 Watch Now: Feature Video
સુરત: 3 જી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ છે. પર્યાવરણ સંરક્ષણ માટે તેમજ સ્વાસ્થ્ય જાળવણી માટે સાઇકલ ખૂબ જ ઉપયોગી ગણાય છે. સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ લોકોને આ સંદેશ આપવા માટે અનોખી પહેલ કરી છે. આશરે 500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ સાયકલની એક વિશાલ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. જેથી લોકોને સંદેશ આપી શકાય કે લોકો સ્વાસ્થ્ય અને પર્યાવરણ સરક્ષણ માટે જાગૃત થાય. સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી પહેલા લોકોને અનેરો સંદેશ આપ્યો હતો. શાળા પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અરવિંદ ઠેશિયા અને ધર્મેશ સલીયા હાજર રહ્યા હતા. સાથે ધર્મવલ્લભ સ્વામી પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતી.