મહિલાએ માત્ર 20 સેકન્ડમાં 10 લાખના હારની કરી ચોરી - woman robbed jewelry shop in gorakhpur
🎬 Watch Now: Feature Video
ગોરખપુર: જ્વેલરીની દુકાનમાં માત્ર 20 સેક્ન્ડમાં 10 લાખની હારની ચોરી(10 lakh necklace theft in 20 seconds) કરતી મહિલા સીસીટીવીમાં કેદ(woman thief caught on camera in gorakhpur) થઈ હતી. ગોરખપુરના બલદેવ પ્લાઝા પાસે આવેલી જ્વેલરીની દુકાનમાં 17 નવેમ્બરે ગ્રાહકોનો ભારે ધસારો હતો. ત્યારે એક 45 વર્ષીય વૃદ્ધ મહિલા ખરીદી માટે આવી હતી. મહિલાએ તેના ચહેરા પર માસ્ક અને આંખો પર કાળા ચશ્મા પહેરેલા હતા. તેણે હાર બતાવવાનું કહેતા સેલ્સમેને મહિલાની સામે હારના બોક્સના બે સેટ મૂક્યાં હતા. મહિલાએ એક બોક્સની ઉપર બીજું બોક્સ મૂક્યું અને પછી બંને બોક્સને એકસાથે ઉપાડીને તેના ખોળામાં રાખ્યા હતા. મહિલાએ આંખના પલકારામાં એક નેકલેસ સેટ બોક્સ તેની સાડીમાં છુપાવી દીધું અને પછી તે લાંબા સમય સુધી દુકાનદારના દાગીનાને જોતી રહી. થોડીવાર જોયા બાદ તેણીને જ્વેલરી પસંદ નથી તેમ કહીને જતી રહી હતી.બાદમાં જ્વેલરી સેટનો સ્ટોક ઓછો જોવા મળતા શોરૂમમાં હોબાળો મચી ગયો હતો. માલિકને પહેલા સ્ટાફ પર શંકા થવા લાગી, પરંતુ જ્યારે શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો બધા ચોંકી ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST