Jamnagar News: જામનગરમાં ગાંજાનો વેપાર કરતી મહિલા ઝડપાઈ - Jamnagar crime
🎬 Watch Now: Feature Video


Published : Oct 11, 2023, 9:06 AM IST
જામનગરમાં: વુલનમીલ ફાટક પાસે, જોગણીનગરમાં એક મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવે છે. એવી બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડી એક મહિલાને 130 ગ્રામ ગાંજા, રોકડ અને મોબાઇલ સાથે અટકાયત કરી હતી, તપાસ દરમિયાન ધરારનગરના શખ્સનું નામ ખુલ્યું હતું. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેસ કરવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું.
એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ: જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવગા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે વુલનમીલ ફાટક પાસે, બાવરી વાસમાં રહેતા શાંતાબેન કિશોર કોળી પોતાના રહેણાંક ઝુપડામાં બહારથી ગાંજો મંગાવી તેનું વેચાણ કરે છે. જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી મહિલા ગેરકાયદે માદક પદાર્થ ગાંજો 130 ગ્રામ, કિ. 1300 મોબાઇલ અને ગાંજા વેચાણ 4480 નો મુદ્દામાલ મળી કુલ 6280 સાથે પકડી પાડી મહિલા વિરુદ્ધ સીટી-સી ડીવીઝનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોક્કસ બાતમીના આધારે દરોડા: મૂળ પાલનપુર હાલ જોગણીનગરમાં રહેતી મહિલા ગાંજાનો વેપાર કરતા ઝપેટમાં આવી હતી. પુછપરછ દરમિયાન ધરારનગરના અવધેશકુમાર અને તપાસમાં જે નામ ખુલે તે સહિતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર બાબતે SOG PI બી એન ચૌધરી એ માહિતી આપતા જણાવ્યું કે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. હાલ મહિલાનું મેડિકલ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અન્ય લોકોની સંડોવણી હશે તો તેને પણ દબોચી લેવામાં આવશે.