ખાપટ ગામના મતદારોએ ઢોલ નગારાના તાલે એક સાથે કર્યું મતદાન - સૌરાષ્ટ્રની પરંપરા
🎬 Watch Now: Feature Video
લોકશાહીનું મહાપ્રભાત (Gujarat Assembly Election 2022)ચાલી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભા બેઠક(Una assembly seat) પર ખાપટ ગામના લોકોએ મતદાનને લઈને વિશેષ અને આગવું આયોજન કર્યું હતું. ગામના લોકો એક સાથે ઢોલ નગારા ના તાલે ઝૂમતા હોય તે પ્રકારે મતદાન કરવા મતદાન મથકે(polling station) પહોંચ્યા હતા. આ પ્રકારનો માહોલ ગામડાઓમાં લગ્ન અને શુભ પ્રસંગોમાં જોવા મળતો હોય છે. તે જ પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ મતદાન કરવામાં પણ જોવા મળ્યો. ગામ લોકો ઢોલ અને શરણાઈના તાલે એક સાથે મતદાન કરવા માટે પોતાના ઘરથી નીકળ્યા હતા. તેમની પાછળ ગામના લોકો જોડાતા ગયા અને મતદાન મથકે એક સાથે જુલુસના રૂપમાં ખૂબ મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. આ પ્રકારની સૌરાષ્ટ્રની પરંપરા(Tradition of Saurashtra) લોકશાહીના આ મહાપર્વને વધુ મજબૂત બનાવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST