અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ ! માંગરોળમાં મધરાતે શ્વાનોએ દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો - શ્વાન દીપડા વચ્ચે સંઘર્ષ
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 4:22 PM IST
સુરત : અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ, આ ડાયલોગ તમે ફક્ત ફિલ્મોમાં જ સાંભળ્યો હશે. પરંતુ સુરતના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામમાં આવો જ એક કિસ્સો બન્યો છે. અહીં જલારામ મંદિર ફળિયામાં રાત્રીના સમયે શિકારની શોધમાં આવેલા દીપડાને શ્વાનોએ ભગાડયો હતો.
ઊભી પૂંછડીએ ભાગ્યો દીપડો : અવારનવાર દીપડા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. લોહી તરસ્યા દીપડા શ્વાન, બકરા અને મરઘાં સહિત પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામ ખાતે પણ ગતરોજ એક દીપડો શિકારની શોધમાં આવ્યો હતો. પરંતુ કંઈક એવું બન્યું કે દીપડાને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.
વાયરલ વીડિયો : વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં શિકારની શોધમાં દીપડો આવ્યો હતો. આ સમયે શ્વાન અને દીપડા વચ્ચે સંઘર્ષ થયો હતો. શ્વાનના એક ઝુંડે દીપડાને નિશાન બનાવી ભસવાનું ચાલુ કર્યું હતું. જોકે અહીં માર્ગ પરથી પસાર થતા એક વાહનચાલકે આ અજીબોગરીબ દ્રશ્યો જોયા. વાહનચાલકે શ્વાન અને દીપડા વચ્ચેનો સંઘર્ષ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં જોઈ શકાય છે કે, શ્વાનનું એક ઝુંડ દીપડાનો સામનો કરી રહ્યા છે. જ્યારે દીપડો ભાગ્યો ત્યારે પણ શ્વાન તેનો પીછો કરવા લાગ્યા હતા. આખરે દીપડાને વિના શિકારે ભાગી જવું પડ્યું હતું.