Ukai Dam water Increase : ઉકાઈ ડેમમાં ફરી પાણીનો આવરો વધ્યો, ડેમ સપાટી ભયજનક સપાટીથી એક જ ફૂટ ઓછી - તાપી નદી
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2023, 6:27 PM IST
તાપી : ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 63,354 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટને પાર થઇ ગઇ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જેથી ડેમના 4 દરવાજાઓ, હાઇડ્રો પાવર સ્ટેશનના ચાર યુનિટ અને કેનાલ મળી કુલ 63,354 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં હજુ વધુ પાણીનો આવરો થશે તો ડેમના 22 દરવાજા ખોલવામાં આવશે. ઉકાઈથી સુરત સુધીના તાપી નદીના આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવશે. જ્યારે નદી પરના લો લેવલ પુલને બંધ કરી દેવામાં આવશે. તાપી નદીના આસપાસના કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટે છે પરંતુ હાલ પરિસ્થિતિ મુજબ કોઈ ગામોનો સંપર્ક તૂટ્યો નથી. જો ડેમના બધા જ દરવાજાઓ ખોલી દેવામાં આવે તો સુરતમાં પુર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે એવું લાગી રહ્યું છે. નદીના માછીમારોને નદીમાં જવા માટે રોક લગાવી દેવામાં આવશે અને સિટીમાં કોઝવે બંધ થવાથી તેની અસર જનજીવન પર પડશે.