મોરબીની બેન્કમાંથી 15 લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બન્ને જેલ હવાલે - 15 લાખની ઉચાપત
🎬 Watch Now: Feature Video
મોરબી શહેરમાં આવેલ ખાનગી બેન્કના (Private bank fraud in Morbi)કર્મચારીએ 15 લાખ રૂપિયાની બેન્ક સાથે છેતરપિંડી આચરી હતી. જે બનાવ મામલે બેન્કના ક્લસ્ટર બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે છેતરપિંડી કરનાર મહિલા કર્મચારી અને મદદગારી કરનારને ઝડપી પાડી ધોરણસરની(Private bank fraud in Morbi)કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આરોપી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની ધરપકડ કરી હતી. તો પોલીસ પાસેથી માહિતી મળી હતી કે આરોપી નેહાબહેન ગજજરને જૂનું દેણું ચૂકવવા માટે, ઘર ખર્ચ, બાદમાં બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે નાણાંની આ ગોલમાલ છેલ્લા 5 મહિનાથી ચાલુ હતી. વધુમાં મહિલા કર્મચારીને દેણું થઈ ગયું હોય તો ભરપાઈ કરવા તેને બેન્કના નાણા લેવાનું શરૂ કર્યું હતું. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે ગ્રાહક નાણાં ડિપોઝીટ કરતા તે નાણાં પણ અંગત ઉપયોગ માટે લેવામાં આવતા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST