લ્યો બોલો ટ્રેક્ટર કૌભાંડ, ગામમાં સફાઈ માટે એક ટ્રેક્ટર મંગાવ્યું આવ્યા પાંચ, 4 લાપતા
🎬 Watch Now: Feature Video
વડોદરા ગામોમાં સ્વચ્છતા જળવાઈ તે બાબતે ટ્રેક્ટરને ટ્રોલીની ખરીદી (Vadodara Municipality) કરવા જણાવવામાં આવ્યું હતું. જે જોતા ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી પાંચ લાખથી ઓછી રકમની હોય તો ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી ક્વોટેશન મંગાવી ખરીદી કરવાની હોય છે. પરંતુ અહીંયા તાલુકાના અધિકારીઓ અને શાસનમાં બેઠેલા સત્તાધીશો દ્વારા સીધે સીધી ખરીદી કરવામાં આવી રહી છે. જે ચર્ચાનો વિષય છે અને ક્યાંક તો જરૂરિયાત કરતા વધુ ટ્રેક્ટર અને ટ્રોલી મંગાવવામાં આવ્યા છે. એકની સામે 5 ટ્રેક્ટરની ખરીદીઓ પર સહીઓ કરવામાં આવી હોવાની બુમો ઉઠી છે. જે એક શંકાની સોય જાય છે. શેરખીના મહિલા સરપંચ ધીરજ પરમારે જણાવ્યું હતું કે, તેમને (Sherkhi village Tractor) સફાઈ માટે એક ટ્રેક્ટર માંગ્યું હતું અને સહીઓ પાંચ ટ્રેક્ટરની માંગ માટે કરવામાં આવી હતી. ગામમાં એક જ ટ્રેક્ટરની જરૂર હતી. જેથી મહિલા સરપંચે એકની જ માંગ કરી હતી. પરંતુ ફળવાઈ ગયા પાંચ જે પૈકીના 4 ટ્રેક્ટર હાલ ક્યાં છે તેની કોઈ માહિતી નથી. બાકી ટ્રેક્ટર ભંગાર થઈ જશે. તેના માટે જવાબદાર કોણ. Tractor scam in Vadodara, Vadodara Urban Development Authority
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST