દુકાનનું શટર તોડીને ત્રિપુટી 95000ની મત્તા લઈને ફરાર, ઘટના CCTVમાં કેદ - Incident of theft in Surat
🎬 Watch Now: Feature Video
સુરતના પુણા સ્થિત નંદનવન સોસાયટી વિભાગ 3 પાસે રહેતા હિમંત રામ મકવાણા પોતાના ઘર પાસે જ ખુશી મોબાઈલ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનને (Theft in a mobile shop in Puna)અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. ત્રણ જેટલા શખ્સો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ્યા (Theft in Puna Surat)હતા અને દુકાનમાંથી 67000ની કિમતના 6 મોબાઈલ અને 28000ની રોકડ મળી કુલ 95000ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો વહેલી સવારમાં દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં ચોરી કરતા નજરે ચઢ્યા હતા. આ ઘટના બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુણા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST