New Parliament Building: આ કારણે તૈયાર કરવી પડી સંસદની નવી ઈમારત, દરેક હોલ છે ખાસ - New Parliament Central Govt
🎬 Watch Now: Feature Video
સંસદની હાલની ઇમારત 1927માં બની હતી. જે હવે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. તેના બન્ને ગૃહોમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બન્નેએ તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી હતી.જૂની સંસદની વાત કરીએ તો તેનો આકાર ગોળાકાર છે, જ્યારે નવી સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં લોકસભામાં 590 અને રાજ્યસભામાં 280 લોકોની બેઠક ક્ષમતા છે. નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો, લોકસભામાં 888 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા છે.નવી રાજ્યસભામાં 384 બેઠકો છે. મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે. બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકે છે. હાઈટેક સુવિધાઓથી સજ્જ નવા સંસદ ભવનમાં મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે.કાફે, ડાઇનિંગ એરિયા, કમિટી મીટિંગ રૂમમાં પણ હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. કોમન રૂમ, લેડીઝ લોન્જ અને વીઆઈપી લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણ હોલ ખૂબ જ ખાસ છે. નવી સંસદની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટીટ્યુશન હોલ છે. તે ઇમારતની મધ્યમાં બનાવવામાં આવે છે. તેની ઉપર એક અશોક સ્તંભ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોલમાં બંધારણની નકલ રાખવામાં આવશે. આ સાથે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ, દેશના વડાપ્રધાનોની મોટી તસવીરો પણ લગાવવામાં આવી છે. નવી સંસદ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું બાંધકામ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. તેને બનાવવાનું ટેન્ડર સપ્ટેમ્બર 2020માં ટાટા પ્રોજેક્ટને આપવામાં આવ્યું હતું. બિમલ પટેલ નવા સંસદ ભવનનાં આર્કિટેક્ટ છે. તેમને વર્ષ 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.