રજવાડી ઠાઠ; ખંભાળિયાથી હેલિકોપ્ટરમાં નીકળી વરરાજાની જાન, જોવા માટે ઉમટ્યાં લોકો - etv
🎬 Watch Now: Feature Video


Published : Nov 25, 2023, 3:40 PM IST
દેવભૂમિ દ્વારકા: રાજ્યભરમાં લગ્ન સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના કાઠી દેવળીયાના જયભદ્રસિંહ બહાદુર સિંહ વાઢેરની જાન હેલિકોપ્ટરમાં ભાવનગર જતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા ગામમાં રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર બારસો લોકોની વસ્તી ધરાવતા કાઠી દેવળીયા ગામે પહેલી વખત હેલિકોપ્ટર જોવા મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગામમાં પહેલી વખત હેલિકોપ્ટર આવતા ગ્રામજનો હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. ખંભાળિયાના કાઠી દેવળીયાથી જાન હેલિકોપ્ટરમાં જતાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
વરરાજાના પિતાએ કહ્યુ કે, 'અમારું સપનું હતુ કે, દીકરાની જાન હેલિકોપ્ટરમાં જાય. અમારા પરિવાર અને ગામના લોકોને ઘણો જ આનંદ છે.'
TAGGED:
etv