સુરતમાં વાહનચોરી કરતા ત્રણ સગા ભાઈઓ સહિત 4 આરોપીઓની ધરપકડ - વાહન ચોરીના સીસીટીવી
🎬 Watch Now: Feature Video
સુરત પોલીસે ત્રણ વાહનચોર ભાઇની ધરપકડ કરી હતી. સુરતના સિંગણપોર ડભોલી પોલીસે વાહનચોરી કરતા ત્રણ સગા ભાઈઓ સહિત 4 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક ટેમ્પો, એક મોપેડ અને બે બાઈક મળી કુલ 1 લાખ 90 હજારની મતા કબજે કરી હતી. પોલીસની તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીના આધારે પોલીસે હેમંત ઉર્ફે રાહુલ પ્રકાશચંદ્ર ખટીક, મહેન્દ્ર નારાયણલાલ ખટીક, પંકજ નારાયણલાલ ખટીક અને મહાવીર નારાયણ લાલ ખટીકને ઝડપી પાડ્યા હતા. આ સાથે સીંગણપોર ડભોલી પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ઝડપાયેલા 4 આરોપી પૈકી 3 આરોપી સગા ભાઈ છે. તેઓ પાણીના કેરબા વેચવાના બહાને ટેમ્પામાં ચોરી કરેલા વાહનો મૂકી ફરાર થઇ જતા હતાં. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. Surat police arrested three Brothers , CCTV of stealing vehicles , Dabholi Police Station
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST