Surat News: ઓલપાડમાં ગમખ્વાર અકસ્માત, 2 બાઈક સવારના ઘટનાસ્થળે મોત - બાઈક પરથી કાબૂ ગુમાવ્યો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-01-2024/640-480-20403952-thumbnail-16x9-b-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jan 1, 2024, 3:46 PM IST
સુરતઃ જિલ્લામાં માર્ગ અકસ્માતો છાશવારે બનતા જોવા મળી રહ્યા છે. આ શ્રેણીમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવારે જીવ ગુમાવ્યો છે. સુરતના ઓલપાડના સ્યાદલા માર્ગ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે જતા બાઈકના ચાલકે કાબૂ ગુમાવતા બાઈક ધડાકાભેર ઝાડ સાથે ટકરાયું હતું. આ અથડામણ એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. જેમાં એક યુવક રોડ પર પટકાવાથી અને બીજો યુવક ગટરમાં ખાબકવાથી મૃત્યુ પામ્યો હતો. મૃતક યુવાનો મૂળ ઓરિસ્સાના હતા તેઓ ઓલપાડના સાયણ ગામે રહેતા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવકોના મૃત્યુ થયા છે. માહિતી મળતા જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. મૃતક યુવકોના મૃતદેહોનો કબ્જો લઈને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...વિજયભાઈ(જમાદાર, કિમ પોલીસ સ્ટેશન, સુરત)