આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું, જૂઓ વીડિયો - કંચન જરીવાલા સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત : આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠક (Surat East AAP Candidate) ઉમેદવારે કંચન જરીવાલાએ પોલીસ બંદોબસ્ત સાથે બહુમાળી ભવન પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા (Kanchan Jariwala Nomination form withdrawn) આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બહુમાળી ભવન પહોંચ્યા હતાં. જોકે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભાના ઉમેદવાર કંચન જરીવાલા (AAP Candidate Kanchan Jariwala) ગઈકાલ રાત્રીના 8 વાગ્યાથી સંપર્ક વિહોણા થઇ હતાં. આજે સવારે જ કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પણ પરત ખેંચી લીધું હતું. જેને લઇને તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. કંચન જરીવાલાએ જણાવ્યું કે, તેઓ પોતાના અંગત કારણોસર બહાર ગયા હતાં. તેમનું કે તેમના પરિવારના કોઇ પણ સભ્યનું અપહરણ કરવામાં આવ્યું નથી. આપના તમામ નેતાઓને તેમણે ખોટા ઠેરવ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST