યુવક પર શ્વાનનો હુમલો, વિચલીત કરે તેવા દ્રર્શ્યો CCTV માં કેદ - વિચલીત કરે તેવા દ્રર્શ્યો
🎬 Watch Now: Feature Video
કોઝિકોડ: એક રખડતા શ્વાને છોકરા પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જે છોકરો સાયકલ ચલાવી રહ્યો હતો, તેના પર શ્વાન હુમલો કરવા કૂદી પડ્યો હતો. આ બાદ, તેના હાથ અને પગ પર કરડવા લાગ્યો હતો. આ દ્રશ્યો તમને વિચલીત પણ કરી શકે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવકની બાજુમાં એક નાનું બાળક પણ ઉભુ હતું. શ્વાન તેના પર પણ હુમલો કરી શકે તેમ હતું, પરંતુ દરવાજાની બાજુમાં ઉભેલી એક મહિલાએ તેને ઘરની અંદર લઈ લીધુ હતું. આથી, તે બાળક બચી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ગઈકાલે રવિવારે જ ત્રણ બાળકો સહિત ચાર લોકોને રખડતા કૂતરો કરડ્યો હતો. જેમાં બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. Stray dog attacks boy, dog attacks boy
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST