Gandhinagar Lattakand : ગાંધીનગર કથિત લઠ્ઠાકાંડ મામલે રાજ્ય ગૃહપ્રધાનનું મોટું નિવેદન - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
🎬 Watch Now: Feature Video
Published : Jan 15, 2024, 3:33 PM IST
સુરત : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડનો મામલો સામે આવતા ચકચાર મચી છે. ગાંધીનગર કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર આક્ષેપ વચ્ચે ઘેરાઈ છે. આ વચ્ચે સુરત ખાતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગાંધીનગર કથિત લઠ્ઠાકાંડ વિશે હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાના કોઈ અંશ મળ્યા નથી. સાંજે સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ મીડિયાને બ્રિફ કરવામાં આવશે. કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે હું રાજનીતિ કરવા માગતો નથી. આ સામાજિક દુષણ સામે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક પગલાં લેવા આદેશ કરાયા છે. આ સામાજિક દૂષણને સૌ કોઈ સાથે મળીને દૂર કરવાનો પ્રયાસ કરીએ.