Uttarayan 2024: રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો-મિત્રો જોડે પતંગ ચગાવ્યો - members and friends his residence
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 5:19 PM IST
સુરત: ઉતરાણના પર્વ પર ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને મિત્રો જોડે પતંગ ચગાવ્યો હતો. હર્ષ સંઘવીની પત્નિ પતંગ ચગાવવામાં તેમની મદદ કરી રહી હતી. તેઓએ ફિરકી હાથમાં પકડી હતી. સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવી રહ્યા છે. ઉત્સાહ તેમજ ઉમંગ સાથે પેચ કાપવાની મજા પણ માંડી રહ્યા છે. રાજ્ય સરકારે જે લોકો દોરીમાં કાચ ઉમેરતા હતા તેઓની સામે કાર્યવાહી પણ કરી છે. સાથે તેઓએ અપીલ કરી હતી કે પતંગના દોરાઓ લોકો એકત્ર કરે જેથી કોઈ દુર્ઘટના ન બને. આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજા એક ઇતિહાસ રચશે.