Biparjoy Cyclone: અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યકર્તાઓની મદદ માટે આવે, પાટીલનું આહવાન - Cyclone Biparjoy news
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ત્રાટકનાર બીપોરજોય વાવાઝોડાને લઈને નિવેદન આપ્યું હતું. નવ જિલ્લાઓમાં વાવાઝોડાની અસરની સંભાવના ને પગલે સરકાર પણ સતત છે. જેમાં સરકારી મશીનરી કામ કરી રહી છે. તેની સાથે ભાજપ સંગઠનના કાર્યકરો પણ કેટલા જ ખંતથી કામ કરે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોને મદદ આવે તે માટે આહવાહન કર્યું હતું. નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ત્રાટકનાર બીપોરજોય વાવાઝોડાને લઈને નિવેદન આપ્યું હતું. તેની સાથે ભાજપ સંગઠનના કાર્યકરો પણ કેટલા જ ખંતથી કામ કરે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ને લોકોને મદદ આવે તે માટે આહવાહન કર્યું હતું.સંભવિત બીપરજોઈ વાવાઝોડાને સંદર્ભે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે વાવાઝોડા ની નવ જિલ્લાઓમાં અસર થવાની સંભાવના છે. ત્યારે સરકાર પણ સતર્ક બની છે. અધિકારીઓને યોગ્ય પગલા ઝડપથી લેવાની તમામ સૂચનાઓ આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડામાં કાંઠાના ગામડાઓમાં ફુટ પેકેટ સાથે જરૂરી સામગ્રી પહોંચાડવાની તૈયારી પણ કરવામાં આવી છે. ભારે પવન ને પગલે વીજળી કટ થાય તો ગામડાઓમાં પીવાના પાણી પહોંચાડી શકાય એવી પણ સૂચના આપવામાં આવી છે. કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની વાની સંભાવના છે. ત્યાંના કાર્યકર્તાઓને તંત્રની સાથે રહીને જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ છે ના સ્થળાંતર માટે તંત્રની સાથે રહી ખભે થી ખભા મિલાવી મદદ માટે તૈયાર રહે તેવી અપીલ કરવામાં આવી હતી.