Somnath Mahadev Temple : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર - શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-09-2023/640-480-19482559-thumbnail-16x9-y.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Sep 11, 2023, 1:15 PM IST
ગીર સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે શ્રાવણ મહિનો અને તેમાં પણ સોમનાથ મહાદેવને અતિપ્રિય અંતિમ સોમવાર છે. ત્યારે સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર શિવમય બનેલું જોવા મળતું હતું.
શિવભક્તોનું ઘોડાપૂર : જેમ જેમ શ્રાવણ મહિનો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ સોમનાથ મહાદેવ ખાતે ભક્તોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. આજે સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તલપાપડ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. આજે શ્રાવણ મહિનાના સોમવારે શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.