Junagadh Sasangir Safari: સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી ખૂલશે સાસણ ગીર જંગલ સફારી - Sasangir Jungle Safari will open from today
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 11:05 AM IST
|Updated : Oct 16, 2023, 11:35 AM IST
સોમનાથ: ગીરની ઓળખ એટલે સિંહ, લોકો દુર દુરથી સિંહ દર્શન કરવા ગીરમાં આવતા હોય છે. ચાર મહિના બંધ રહ્યા બાદ આજથી ફરી એક વખત સાસણ ગીર સફારી પાર્ક શરૂ થયું છે. ત્યારે બ્રિટન થી આવેલા બે પ્રવાસીઓએ સિંહ દર્શન કરવા ને લઈને પોતાની ઉત્સુકતા દર્શાવી હતી. પહેલી વખત ખાસ સાસણ સિંહ જોવા માટે આવેલા બ્રિટનના પ્રવાસીઓ આજની તેની જીવનની પ્રથમ સફારીમાં સિંહ દર્શન થશે તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો. 16મીથી એટલે કે આજથી ખૂલશે જૂનાગઢની સાસણ ગીર જંગલ સફારી પાર્ક. ચાર મહિનાનું વેકેશન આજે પૂરું થયું છે. સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ આગામી ડિસેમ્બર સુધી હાઉસફુલ છે. ત્યારે સાસણગીરના સિંહદર્શનની ઓફિશિયલ વેબસાઇટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે.