Salangpur Hanuman Mandir Issue : સંત નૌતમ સ્વામીએ હનુમાનજીના ચિત્રને યોગ્ય ગણાવ્યું
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 10:33 PM IST
|Updated : Aug 31, 2023, 10:49 PM IST
આણંદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી ભીત આકૃતિ મામલો હાલ ખુબ ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે આ વિષય પર ઘણા લોકો પોત પોતાના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મથક એવા વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી સંત નૌતમ સ્વામીએ આ વિષય ઉપર ખંભાતમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું.
નૌતમ સ્વામીનું નિવેદન : ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાયનો ક્યારેય કોઈ ભગવાનને કે ભગવાનના અવતારોનું અપમાન કરવાનો કોઈનો પણ હેતુ હોતો નથી, છે નહી અને હોઈ પણ ના શકે. સંપ્રદાયના હજારો મંદિરોમાં હનુમાનજી અને વિઘ્ન વિનાયક દેવની પૂજા થાય છે. સ્વામિનારાયણ પોતે ભગવાન છે, તે વાતને કાઢવાનો પ્રયત્ન કરતું હોય તો એ વાત જરા પણ ગ્રાહ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ કલયુગમાં જન્મ લઇ અધર્મનો નાશ કર્યો છે. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ ડી મોરલાઈઝ થવાની જરૂર નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ નીર વ્યસની સમાજ તૈયાર કરવાનું કામ કર્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયનો ઉત્કર્ષ કોઈ સહન ન કરી શકે તે વ્યક્તિ એલફેલ બોલે તો એનાથી ક્યારેય કોઈએ ગભરાવું નહી. -- નૌતમ સ્વામી (ગુજરાત પ્રદેશ પ્રમુખ, અખિલ ભારતીય સંત સમિતિ)
શું હતો મામલો ? સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને મહાપુરુષોના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અને ભગવાન રામને લઈને અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેને પગલે વિવાદ વકર્યો છે.
- Shree Kashtabhanjan Dev Hanumanji Temple: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશાળકાય પ્રતિમા અને ભોજનાલયનું ગૃહ પ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ
- Bhavnagar Rukhada dada Temple : ભાવનગરનું રુખડા દાદા મંદિર ઉધરસ ગાંઠ સહિતની સમસ્યા દૂર થવાની આસ્થાનું ધામ