Sabarkantha News : સાબરકાંઠામાં હવામાનમાં પલટો, વરસાદ સાથે આ ચાર શહેરમાં જોવા મળ્યો કુદરતનો મિજાજ

🎬 Watch Now: Feature Video

thumbnail

સાબરકાંઠામાં ભરઉનાળે હિમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના પંથકમાં વાતાવરણનો પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પૂર્વે હિમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા શહેરનાં વાતાવરણમાં પલટો આવી રોડ પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે ભારે પવન ફૂંકાતા વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મૂકાયાં હતાં. જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા હતાં.ઉનાળાની કાળઝાળ ગરમી વરચે વરસાદ પડતાં લોકોને ભારે ગરમી વરચે ઠંડકનો અહેસાસ થયો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદ વરચે હાલ કોઈ નુક્સાનનાં સમાચાર સામે આવ્યા નથી. 

  1. Gujarat Weather Updtaes: રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ તો ક્યાંક વાતાવરણમાં પલટો, આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
  2. Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી
  3. Banaskantha News : બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદે ઘરોના હાલ બેહાલ કર્યાં, સેંકડો લોકો થયાં અસરગ્રસ્ત

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.