65 કરોડથી વધુ ખર્ચેથી બનેલો હાઈવે બન્યો ગાડા માર્ગ !
🎬 Watch Now: Feature Video
મહીસાગર : મહીસાગર સ્ટેટ R & B ડિવિઝનની દેખરેખ હેઠળ 65 કરોડથી વધુની માતબર રકમથી બનેલો (Roads Washed Away in Mahisagar) હાઇવે બિસ્માર બન્યો છે. સિઝનના પહેલા વરસાદમાં જ બાલાસિનોરથી વિરણીયા સુધીના 38.25 કીમી સુધીનો રોડ ધોવાઈ (Rain in Mahisagar) જતા ઠેર ઠેર રોડ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તેમજ નાના વાહન ચાલકોના વાહન ખાડામાં પડતા (Rain Damage in Mahisagar) વાહન પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ટુંકાગાળામાં રોડ પર પડેલા ખાડાઓ અંગે કોણ જવાબદાર છે? શુ તંત્ર જોઈ રહ્યું છે મોટા અકસ્માતની રાહ ? ક્યારે પુરાશે આ મોટા મોટા ખાડા તેવા તેવા અનેક સવાલો ઉભા થયા છે. રોડ પરના ખાડાના સમારકામનો ખર્ચ કોન્ટ્રાકટર દ્વારા થશે કે પછી સરકારી મશીનરીનો ઉપયોગ કરી રોડનું સમારકામ (Road due Rain in Mahisagar) સરકારી ખર્ચે થશે? તે હવે જોવું રહ્યું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST