લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલના પરિવારજનોને સહાય મળે: રાષ્ટ્રિય દલિત મંચ - રાષ્ટ્રિય દલિત મંચ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગુજરાતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બરવાળા અને બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસ પહેલા લઠ્ઠાકાંડની ઘટના બની (Latthakand in Gujarat)હતી. જેમાં સરકારની તપાસ બાદ કેમિકલ કાંડ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કેમિકલ કાંડમાં 57 લોકોના મોત થયા છે. આજે રાષ્ટ્રીય દલિત મંચ( Rashtriya Dalit Manch)દ્વારા રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર પાઠવવાની માંગ કરવામાં આવી(Botad latthakand ) હતી. પરંતુ રાજ્યપાલ તરફથી કોઈપણ પ્રકારનો સમય ફાળવવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય દલિત મંચદ્વારા કેમિકલ કાંડમાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે તે તમામ પરિવારજનોને રાજ્ય સરકાર 20 લાખ રૂપિયાની આર્થિક સહાય આપે તેની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ જિલ્લાઓમાં દારૂબંધીનો કડક અમલવારી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી, જ્યારે આ સમગ્ર ઘટનામાં જે પણ પોલીસ અધિકારીઓ દોષિત હોય તેવા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રાજ્ય સરકાર તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST