thumbnail

Rape Case : વિદેશી મહિલા સાથે દુષ્કર્મ મામલે કેડિલાના CMD અને HR મેનેજર વિરુદ્ધ ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 12:51 PM IST

અમદાવાદ : છારોડી વિસ્તારમાં આવેલા કેડિલા ફાર્મ હાઉસમાં છેડતી અને બળાત્કારનો બનાવ બન્યો હતો. આ મામલે પીડિતાએ પોલીસને જણાવ્યા અનુસાર કેડિલાના CMD અને HR મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે પુરાવા એકત્ર કરવા સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે.

બળાત્કારનો મામલો : એ ડિવિઝન પોલીસના ઈન્ચાર્જ ACP એચ.એમ. કણસાગરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારોડી વિસ્તારમાં આવેલા કેડિલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ અને છેડતીનો બનાવ બન્યો હતો. પીડિત યુવતીએ કરેલી રજૂઆતના આધારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિત યુવતીએ કેડિલાના CMD રાજીવ મોદી અને HR મેનેજર જહોનશન મેથ્યુ સામે બળાત્કાર અને છેડતીનો આરોપ લગાવ્યો છે.

પોલીસ કાર્યવાહી : ACP એચ.એમ. કણસાગરાએ વધુમાં જણાવ્યુ કે, રાજીવ મોદીએ ભોગ બનનાર યુવતીને નોકરી પર રાખ્યા બાદ કહ્યું હતું કે, જો તમે પીએ તરીકે નોકરી કરવા માંગતા હોય તો બાંધછોડ કરવી જોઈએ. આ ઉપરાંત ફરિયાદી યુવતી પર જાતીય ટિપ્પણી કરી બળજબરી પૂર્વક છેડતી કરી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારા 63 વર્ષીય રાજીવ ઇન્દ્રવદન મોદી અને જહોશન મેથ્યુ વિરુદ્ધ IPC ધારા 376, 354, 504 અને 506 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.