સર્વે સમાજને સાથે રાખીને શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

By

Published : Oct 8, 2022, 3:01 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

પોરબંદર શહેરમાં આગામી સમયમાં સર્વે સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક, આધ્યાત્મિક અને આરોગ્યના ઉત્કર્ષ તેમજ ઉન્નતિના અર્થે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા સાપ્તાહિક ઉત્સવનું (Porbandar saptahik utsav) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમેશ ઓઝાની વાણીમાં (Ramesh Ojha bhagwat saptah) શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 12મી માર્ચના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શ્રીમદ ભાગવત સપ્તાહ 13મી માર્ચથી 19મી માર્ચ 2023 સુધી યોજાશે. આ દરમિયાન સામાજિક, શૈક્ષણિક અને આર્થિક માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં સર્વે સમાજના સંગઠન અને વિકાસ તેમજ મહેર સમાજની વિકાસ ગ્યાતા પુસ્તકનું વિમોચન થશે. વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા, મેડિકલ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ પરિવારના વિમલ ઓડેદરાએ જણાવ્યું હતું. (Ramesh Ojha bhagwat saptah in Porbandar)

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.