ખેડૂતની મહેનત ઢોરના મોઢે, ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતે ઢોરને ચરવા મૂક્યા - ડુંગળીનો પાક
🎬 Watch Now: Feature Video
ખેડૂતને ડુંગળીના (price of onion) વાવેતર બાદ પોષણક્ષમ ભાવ નહિ મળતા રોષે ભરાયેલ ખેડૂતે પોતાનો ડુંગળીનો પાક ઘેટા-બકરાઓને (Rajkot Onion Price) ચરવા માટે ખુલ્લો મૂકી દીધો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં આવેલ ધોરાજી શહેરના ફરેણી રોડ પરે આવેલ ખેતરમાં એક ખેડૂતે પોતાના(Onion crop) ખેતરમાં રહેલ તૈયાર ડુંગળીનો મોલ ઘેટા-બકરાઓને ચરવા માટે ખુલ્લો મૂકી દીધો હતો. ત્યારે આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ડુંગળીનો ખર્ચ પણ નથી નીકળતો. અને ભાવ પણ પોસાઈ તેવા આવતા નથી. જેના પરિણામે ખેડૂતે પોતાના ખેતરમાં તૈયાર ડુંગળીનો મોલ પશુઓના માટે ચરવા ખુલ્લો મૂકી દીધો હતો. આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે મોઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ખેત મજુરી સહિતની કામગીરી માટેનો જે ખર્ચ કરેલ છે. તે ખર્ચ પણ ઉભો થાય તેવી સ્થિતિ નથી જેના લઈને આ તૈયાર મોલ વેચવો પણ મુશ્કેલ છે અને વેચવા માટે પોસાઈ તેમજ પણ નથી. જેને લઈને તૈયાર મોલને પશુઓને ચરવા માટે ખુલ્લો મૂકી દીધો છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST