Rain News : સુરતમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક - Cyclone impact in Surat
🎬 Watch Now: Feature Video
સુરત : શહેરમાં અચાનક જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. જોકે મોડી રાત્રે પણ સમગ્ર સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરમાં વેસું, પીપલોદ, અડાજણ, અઠવાલાઇન્સ, પાંડેસરા, ભેસ્તાન, કતારગામ, અમરોલી, મોટા વરાછા કાપોદ્રા સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ એક દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડુંના અસરના સુરતમાં છેલ્લા પાંચ દિવસથી વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમાં મધ્યમ હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે સવારથી સુરતમાં વરસાદી વાતાવરણ છવાયું છે અને મધ્યમ હળવો વરસાદ સમગ્ર શહેરમાં નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે હજુ પણ એક દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
- Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
- Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી