જામનગરમાં સી આર પાટીલના પોસ્ટર સળગાવવામાં આવ્યા, જાણો કેમ - Posters of CR Patil burnt in Jamnagar
🎬 Watch Now: Feature Video
ભાજપ અધ્યક્ષ દ્વારા ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રા પર( Madhavpur Fair 2022 in C R Patil Speech)કરવામાં આવેલી ટિપ્પણી ભારે વિરોધ થયો છે. જોકે ત્યાર સી આર પાટીલે આહીર સમાજની માફી માંગી છે પણ તેમણે જે વચન આપ્યું છે કે તેઓ દ્વારકાધીશના દર્શન કરી અને સમગ્ર આહીર સમાજની માફી માગશે. જોકે સી.આર.પાટીલ (CR Patil in Madhavpur)પોતાના વાયદા પ્રમાણે દ્વારકાધીશના દર્શન કરવાનો જતાં સમાજમાં પરિવર્તન જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ મયુર ચાવડાએ સમર્પણ સર્કલ નજીક પાટીલના પોસ્ટરો સળગાવ્યા હતા. સાથે સાથે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ મયુર ચાવડાએ માંગ કરી છે કે સી આર પાટીલ વહેલામાં વહેલી તકે દ્વારકાધીશના દર્શન કરી અને સમાજની માફી માંગે. જોકે આ સમાજના અન્ય લોકો પણ થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં ત્યારબાદ તેની સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સપાટીએ દ્વારકાધીશની માફી માંગવા આવશે તેવું વચન આપ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST