Gir Somnath: સોમનાથ ત્રિવેણી સંગમમાં ડૂબતી મહિલાનું પોલીસ દ્વારા રેસ્કયુ - સંગમ સ્થાન પર અધિક માસને લઈને પૂજા અને સ્નાન વિધિ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક સ્થાનોમાં મહિલાઓની વિશેષ હાજરી જોવા મળે છે. ત્યારે આજે બપોરના સમયે સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ સંગમ સ્થાન પર અધિક માસને લઈને પૂજા અને સ્નાન વિધિ માટે આવેલી આધેડ વયની મહિલા પાણીના પ્રવાહમાં ડૂબતી જોવા મળી હતી. જેના પર ફરજ પર રહેલા જી.આર.ડી જવાનનું ધ્યાન જતાં જ તુરંત પોલીસ કર્મચારીઓને બોલાવીને ડૂબતી મહિલાને બચાવવાની કોશિશ શરૂ કરી હતી. પોલીસ જવાનોની સમય સૂચકતા અને બહાદુરીને કારણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરતી વખતે ડૂબેલી આધેડ વયની મહિલાનો જીવ બચાવવામાં પોલીસના જવાનોને સફળતા મળી હતી. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પ્રભાસ પાટણ પોલીસ મથકના અધિકારીઓની સાથે સોમનાથના લોકોએ પણ વધાવી છે.