તસ્કરોને કાયદાનો કે કુદરતનો નથી ડર, મંદિરને બનાવ્યું નિશાન - Theft temples in Gujarat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 29, 2022, 12:41 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

રાજકોટ તસ્કરો જાણે મંદિરોને પણ ન મુક્ત હોય તેવી બાબત સામે આવી છે. ધોરાજી શહેરના મોટી કામદાર શેરીમાં આવેલા શ્રી દીનેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીને તસ્કરોએ દિનદહાડે પોતાને નિશાન બનાવી છે. દાનપેટીમાં રહેલી રકમની ઉઠાંતરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. આ પ્રકારની ઘટના સામે આવતા આસપાસના પંથકમાં રહેલા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેરમાં આવેલ આ દીનેશ્વર મહાદેવના મંદિરમાં જે રીતે તસ્કરોએ દિન દહાડે આ પારકરની તસ્કરીની ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે હાલ આ દાનપેટીમાંથી સાતથી દસ હજારો રૂપિયાની ઉઠાંતરી થયેલી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઘટનાને લઈને મંદિરના આગેવાનો અને પુજારીએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ધોરાજીમાં આગાઉ પણ ભૂતકાળમાં મંદિરો અને ધાર્મિક જગ્યાઓ પર તસ્કરીની ઘટના સામે આવી ચૂકેલી છે. theft Dineshwar Mahadev temple in Dhoraji, Theft temples in Dhoraji, Theft temples in Gujarat, Theft donation box Dineshwar Mahadev temple, theft in mahadev temple
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.