PM Modi Visits Elephant Camp: તમિલનાડુમાં હાથીઓના કેમ્પમાં પહોંચ્યા PM મોદી - PM Modi visits elephant camp in Tamil Nadu
🎬 Watch Now: Feature Video
તમિલનાડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં જંગલ 'સફારી'ની મજા માણી હતી. 'પ્રોજેક્ટ ટાઈગર'ના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમના સંદર્ભમાં તેઓ ચમરાજનગર પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નીલગિરિસ પહાડી જિલ્લામાં મુદુમલાઈ ખાતે હાથીઓના કેમ્પની મુલાકાત લીધી હતી. કેમ્પમાં હાથીઓએ પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીએ અહીં ટાઈગર રિઝર્વના કેમ્પમાં કેટલાક હાથીઓને શેરડી પણ ખવડાવી હતી. પીએમઓએ પણ ટ્વિટ સાથે તસવીર શેર કરી છે. વર્ષ 1973માં બાંદીપુર નેશનલ પાર્કને 'પ્રોજેક્ટ ટાઈગર' હેઠળ લાવવામાં આવ્યો હતો. આ પછી, કેટલાક સંલગ્ન આરક્ષિત જંગલ વિસ્તારોને અભયારણ્યમાં ભેળવી દેવામાં આવ્યા. હાલમાં, બાંદીપુરા ટાઇગર રિઝર્વ 912.04 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. બાંદીપુર ટાઈગર રિઝર્વ અંશતઃ ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં અને અંશતઃ મૈસુર જિલ્લાના એચડી કોટે અને નંજનગુડ તાલુકામાં આવેલું છે.