સુરત જિલ્લામાં 31030 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 3:00 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

સુરતઃ જિલ્લામાં ખેતીવાડી કચેરી તરફથી મળતી માહિતી મુજબ(Sowing of kharif crops in Surat) ચાલુ વર્ષે જિલ્લામાં 31030 હેકટર જમીનમાં ખરીફ પાકની (Kharif crop )વાવણી કરવામાં આવી છે. જેમાં ધાન્યપાકોમાં 7369 હેકટરમાં ડાંગરની, તેલીબિયા પાકોમાં (Rain in Gujarat)સોયાબીનની 4171 હેકટરમાં અને કઠોળ વર્ગમાં તુવેરનું 3108 હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લાના માંડવી તાલુકામાં ડાંગરનું સૌથી વધુ 2550 હેકટરમાં તથા સોયાબીનનું 1722 હેકટરમાં વાવેતર થયું છે. ઓલપાડ તાલુકામાં 4469 હેકટર, ચોર્યાસીમાં 986, કામરેજમાં 932 હેકટર, માંગરોળમાં 8094 બારડોલીમાં 996, માંડવીમાં 7947 હેકટર, ઉમરપાડામાં 4169 મહુવામાં 2458 અને પલસાણા તાલુકામાં 590 હેકટર, સુરત સીટીમાં 424 હેકટર મળી અત્યાર સુધીમાં જિલ્લાની કુલ 31030 હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.