સુરત એરપોર્ટ ઉપર શરુ થઈ ગયા રેપિડ ટેસ્ટ - સુરત કોવિડ માર્ગદર્શિકા
🎬 Watch Now: Feature Video
સુરત: ચીનમાં ફરી પાછા કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારો એલર્ટ (Surat Covid Guidelines) કરી દીધા છે. તમામ રાજ્યોને તકેદારી રાખવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પણ પાલિકા દ્વારા શહેરના તમામ હેલ્થ સેન્ટરને સતર્ક રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. તો શહેરની સિવિલ અને સ્વીમેર હોસ્પિટલો દ્વારા પણ ઓક્સિજન, વેન્ટિલેટર બેડ અને અન્ય ટેસ્ટિંગ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ ઉપર પણ દેશ-વિદેશ અથવા અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (Health Department of Surat Corporation) દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં (Rapid Test by Health Department at Surat Airport) આવશે. આ સાથે જ જો કોઈ મુસાફર પોઝિટિવ આવશે તો ઉપલી અધિકારીને જાણ કરી તેમને હોમ આઇસોલેટ અથવા તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે. પરંતુ આ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે નહીં જો કોઈ વ્યક્તિની ઈચ્છા હશે તો જ તેમનું ટેસ્ટીંગ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST