PDP CHIEF MEHBOOBA MUFTI: મહેબૂબા મુફ્તીએ નવગ્રહ મંદિરમાં ભગવાન શિવનો કર્યો જળાભિષેક - PDP CHIEF MEHBOOBA MUFTI

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 17, 2023, 5:18 PM IST

પૂંછ: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ પૂંછ જિલ્લાના નવગ્રહ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. નવગ્રહ મંદિરમાં ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. જે બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી પૂંચ જિલ્લાના પ્રવાસે હતા. ત્યારે તેઓ નવગ્રહ મંદિર પહોંચ્યા અને પ્રાર્થના કરી હતી. બે દિવસના પ્રવાસે પુંછ પહોંચેલા મહેબૂબા મુફ્તીએ શિવલિંગ પર જળાભિષેક કરીને સૌને ચોંકાવી દીધા હતા. મહેબૂબા મુફ્તીના આ પગલાએ તેમના વિરોધ પક્ષોમાં હલચલ મચાવી દીધી છે. ખાસ કરીને ભાજપને આશ્ચર્ય થયું છે.

આ પણ વાંચો: Kedarnath snowfall: હિમવર્ષાથી પુનઃનિર્માણમાં અવરોધ, હવામાન ખરાબ

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.